ગુજરાત સહિત દેશભરમાં હાલ કોરોનાની રસીકરણનું અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે હાલ બે દિવસ માટે વેક્સિનેશન કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યુ છે જે સોમવારથી શરુ થઈ જશે. તો આ દરમિયાન ગુજરાતની જનતા માટે કોરોનાની રસી માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, રાજ્યની જનતાને હવેથી ખાનગી હોસ્પિટલમાં રુપિયા 250ની કિંમતમાં રસીનો એક ડોઝ આપવામાં આવશે.
આ અંગે નીતિન પટેલે ટ્વિટ કર્યુ હતું, જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાતના નાગરીકોને જણાવતા એ વાતનો આનંદ થાય છે કે ભારત સરકારે કોરોનાની વેક્સિન ખાનગી હોસ્પિટલમાં લેવાની કિંમત ફક્ત રુપિયા 150 નક્કી કરી છે અને વહિવટી ચાર્જ 100 રુપિયા નક્કી કર્યો છે. આમ આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલમાં ફક્ત રુપિયા 250ની કિંમતમાં એક વેક્સિનનો ડોઝ પ્રાપ્ત કરી શકાશે અને સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે.
#COVIDVaccination #COVID19 pic.twitter.com/SFFikfudHj
— Nitin Patel (@Nitinbhai_Patel) February 27, 2021