ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 513 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની ઊંઘ હરામ થઈ છે. ગુજરાતમાં નવા 513 પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 22067 થઈ ગઈ છે.
બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 366 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં વધુ 38 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1385 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 15109 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 330 કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત સુરતમાં 86, વડોદરામાં 39 કેસ નોંધાયા છે. જ્યારે ગાંધીનગરમાં 11, ભરુચમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ ઉપરાંત મહેસાણા-આણંદાં 5-5 કેસ સામે આવ્યા છે. જ્યારે ભાવનગર-જામનગર-જુનાગઢમાં 3-3 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બનાસકાંઠા-રાજકોટ-અરવલ્લી-સાબરકાંઠા-કચ્છ-ખેડા-દાહોદમાં 2-2 કેસ નોંધાયા છે. રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ-ગીરસોમનાથ-છોટાઉદેપુર-સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. ગુજરાતમાં કુલ 5573 એક્ટિવ કેસ છે જે પૈકી 61 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 5512 દર્દી સ્ટેબલ છે.