ગુજરાતમાં કોરોના વાયરસના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 415 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની છે.
તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1114 દર્દીની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં 415 નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા વધીને 17632 થઈ છે. જ્યારે 24 કલાકમાં વધુ 1114 દર્દીઓની તબિયતમાં સુધારો થયો છે. જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વધુ 29 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1092 થયો છે. જ્યારે અત્યાર સુધી કુલ 11894 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 279 કેસ સામે આવ્યા છે.
જ્ચારે સુરતમાં 58, વડોદરામાં 32, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 5 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર-ભરુચ-દાહોદમાં 4-4 કેસ નોંધાયા છે. જ્યારે ખેડામાં 3, પંચમહાલ-કચ્છ-સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા છે. તો પાટણ-નર્મદા-વલસાડ-નવસારી-બનાસકાંઠામાં કોરોનાના 1-1 કેસ નોંધાયા છે.