ગુજરાતની એસટીનું સ્લોગન છે સલામત સવારી જોકે આ એસટી બસોના ડ્રાઈવરો દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવતા અનેક અકસ્માતો થયાની ઘટનાઓ સામે આવી ચુકી છે. તો ચાલુ બસે મુસાફરોના જીવ જોખમમાં મૂકી મોબાઈલ ફોન પર વાત કરવી અથવા દારુના નશાની હાલતમાં બસ હંકારવાના વિડિયો પણ વાયરલ થઈ ચુક્યા છે.
ત્યારે વધુ એક વખત મુસાફરોના જીવ જોખમમાં મૂકી બસ હંકારતો એસટી ડ્રાઈવરની બેદરકારીનો વિડિયો સામે આવ્યો છે. હાલ જામનગરમાં સતત ત્રણ દિવસ ધોધમાર વરસાદ વરસી ગયો છે. ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. હજી પણ અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા નથી, ત્યારે એસ.ટી બસના ડ્રાઇવરની બેફિકરાઈનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેવી રીતે એસટી બસનો ડ્રાઈવર મુસાફરોનો જીવ જોખમે મૂકી રહ્યો છે તેમાં સ્પષ્ટ દેખાય છે.
આ ડ્રાઈવરે પુલ પર પાણી હોવા છતા પાણીના પ્રવાહમાં બસ દોડાવી છે. આ વીડિયો હાલ વાયરલ થયો છે. જામનગર દ્વારકા હાઇવે પર બેડ નદીના પુલ પર એસટીના ડ્રાઇવરે બેફિકરાઈથી એસટી બસ પાણીના પ્રવાહમાં દોડાવી છે. જેનો વીડિયો કોઈ મુસાફરે ઉતાર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જામનગર દેવભૂમિ દ્વારકા છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારે અનરાધાર વરસાદ ખાબક્યો છે અનેક નદી-નાળાઓમા પુર આવ્યા છે, તો ડેમો પણ છલોછલ ભરાયા છે. મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા ત્યારે જામનગર એસટી ડેપોની બસના એક ડ્રાઇવરે મુસાફરોથી ભરેલ બસને ધસમસતા પાણીના પ્રવાહમાં હંકારી દીધી હતી. જેનો વિડિયો વાયરલ થયો છે. જોકે, સનદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નહતી અને બસ હેમખેમ રીતે પાણીના પ્રવામાંથી પસાર થઈ ગઈ હતી.
જુઓ વાયરલ થયેલ વિડિયો …
https://twitter.com/schintan19882/status/1281162188489502720?s=20