રાજુલા તાલુકાના દિપડીયા ગામે પવન સાથે વરસાદ તૂટી પડતાં લાઈટ ના થાંભલા પડી જતાં લોકો મા ભારે રોષ જોવા મળ્યો હતો. GEB ને દિપડીયા ગામના લોકો દ્વારા લાઈટ કાપવાનું કહેતાં GEB રાજુલા દ્વારા એક કલાક સુધી લાઈટ કાપી ન હતી. ત્યારે દિપડીયા ગામના લોકો રોડ પર હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે લોકો મા ભારે રોષ જોવા મળ્યો હતો. લાઈટના થાંભલા પડી જતા દિપડીયા ગામ ની અંદર બહાર લોકો જય શકે તમે ન હતા. ત્યારે સાંજે છ વાગ્યા ના સમય દરમિયાન ગામ લોકો મજુરી કરી ને ઘરે જતાં હોય છે ત્યારે રસ્તામાં લાઈટ ના વાયરો પડ્યા હતા. ગામ લોકો મા ડર લાગ્યો હતો. તંત્ર ની ઘોર બેદરકારી થી કોઈ વ્યક્તિ ને જીવ ગુમાવાનો વારો પણ આવે છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક વન ઇન્ડિયા ન્યૂઝ તેમજ રાજુલા ના સામાજિક આગેવાન અને પત્રકાર વિક્રમ સાખટ દ્વારા ઘટના સ્થળે પહોંચી ને GEB ની લાઈટો કપાવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -