દાહોદ જિલ્લાના ધાનપુર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી નવ-નવ વ્યક્તિઓ પર હુમલા કરીને હાહાકાર મચાવનાર દિપડો આખરે તાલુકાના પાવ ગામેથી પાંજરે પૂરાયો હતો.
(File Pic)
આ હુમલાખોર દિપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. જેના ભાગરૂપે ત્રીસથી પાંત્રીસ કર્મચારીઓ સતત સક્રિય હતા. દિપડાને પકડવા માટે વિસ્તારમાં ચાર સ્થળોએ પાંજરા પણ મૂક્યા હતા. મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુર અને વાસીયા ડુંગરી રેન્જમાં આમલી મેનપુર, પાવ સજોઈ અને ખજૂરી ગામે છેલ્લા કેટલાક દિવસથી દિપડા દ્વારા માનવ હુમલાના નવ બનાવો બન્યા હતા.
(File Pic)
આ ખૂંખાર બની ગયેલ હુમલાખોર દિપડા દ્વારા લોકોના ઘરમાં ઘૂસી જઈ બાળકો અને વ્યક્તિઓ પર હુમલાના બનાવો બન્યા હતા. આ માહોલના કારણે આ વિસ્તારમાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી. જેના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા ચક્રોગતિમાન કરાયા હતા. ત્યારે આખરે દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમની સાથે સાથે લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.