દાહોદ શહેરના એમ.જી. રોડ કુકડા ચોક (વલ્લભ ચોક )ખાતે બે દિવસ પહેલા સમી સાંજેભરબજારમાં વ્હોરા સમાજના યુવકની હત્યાના મામલામાં દાહોદ પોલીસની જુદી જુદી પાંચટીમો દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલી નાંખવા તપાસનો ધમધમાટ આરંભ કરતાં આરોપી હત્યારાનેગોધરા તેના મામાને ત્યાંથી ઝડપી પાડી લીધો છે. ત્યારે આ હત્યા વાહન અકસ્માત (રોડ રેન્જ )મામલે નહીં
પરંતું યુવકને મોતને ઘાટ ઉતારવા માટે પૂર્વ આયોજીત કાવતરાનાભાગરૂપે કોન્ટ્રાકટ કિલિંગ અંતર્ગત હત્યા કરવા સોંપારી અપાઈ હોવાનું પોલીસ સમક્ષ
ઝડપાયેલ આરોપીએ કબુલાત કરતાં ચકચાર મચી જવા પામી હતી. હાલ મુખ્ય આરોપીનેપોલીસે ઝડપી લીધો છે ત્યારે આ ગુન્હામાં કુલ ચાર ઈસમોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે અને અન્ય આરોપીઓને પકડી પાડવા સારૂં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.