ભરૂચ પહોંચેલા પ્રજ્ઞાચક્ષુ ચતુરભાઇની વ્હારે પ્રજાનો મિત્ર એવા પોલીસ કર્મીએ મદદરૂપ બની પ્રેરણારૂપ દ્રષ્ટાંત પુરૂ પાડ્યું હતું. જેને 100 કિમી પગપાળા ચાલ્યા બાદ આ દરમ્યાન ન ભોજન મળ્યું કે ન મળી કોઈ વ્યવસ્થા, રસ્તામાં અનેક ઠોકરો ખાતા બાળકોએ ચીંધેલા રસ્તે 2 દિવસે નવસારીથી ભરૂચ પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે ભૂખ્યા પરિવારને ભોજન અને આશ્રય સહિતની વ્યવસ્થા ઉપરાંત તેના વતન સુધી મોકલવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.
આ વ્યક્તિ હાલના કપરા સમયમાં ચોક્કસ અટવાઈ પડ્યો હતો, જે ક્યારે વતન સુધી પહોચી સકે, તેનો જવાબ કોઈ પાસે ન હતો, પણ હૂંફ અને મળેલી મદદે તેની તકલીફ હળવી કરી નાખી હતી. આ વ્યક્તિ તેના ચાર બાળકો અને તેમનું દર્દ ચોક્કસ તમામની આખો ભીંજવી ગયું હતું. પરંતુ પોલીસે કરેલી મદદ પોલીસ સાહિત તમામ કોરોના વોરિયર્સ સામે આંગળી ઉઠાવનારા અને કદર ન કરનારાઓને મળેલી એક લપડાક સમાન છે.