રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ભાગોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ચોમાસાની સીઝનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા વિસ્તારોમાં જાહેરમાર્ગો ધોવાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠવા લાગ્યા છે. ભરુચ જિલ્લામાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ભરુચ જિલ્લામાં જાહેરમાર્ગો ધોવાઈ જતા જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
(File Pic)
ત્યારે ભરુચ જિલ્લા વહિવટી તંત્રની બેદરકારીને રજુ કરતો એક વિડિયો સામે આવ્યો છે. જે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલ વીડિયો ભરુચના ગાંધીબજાર વિસ્તારનો હોવાનું જાણવા મળ્યુ છે. જ્યાં ભારે વરસાદના કારણે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વીડિયોમાં એક યુવક તંત્રના પાપે પડેલા ખાડામાં પડતો જોવા મળે છે. જોકે આ યુવકને ત્યારબાદ ત્યાં હાજર એક યુવતિ ખાડામાંથી બહાર કાઢે છે. સૌથી ચોંકાવનારી વાત છે કે વરસાદના કારણે પડેલા મસમોટા ખાડા પાસે કોઇ પણ પ્રકારનું ચેતવણીનું બોર્ડ ન હતું મારવામાં આવ્યું.
જુઓ વિડિયો
https://twitter.com/TheSquirrelin/status/1295696849932677120?s=20