બનાસકાંઠા જિલ્લાના ધાનેરાનમાં આડેધડ વાહન પાર્ક કરનાર વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે.ધાનેરામાં મોટાભાગના શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા ન હોવાના લીધે કામ અર્થે આવતા લોકોતેમજ વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વેપારીઓની સાથે સાથે અન્ય પ્રજાજનો પણ અને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે
તો આ શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે કામ અર્થે આવતા લોકો પોતાનું વાહન રસ્તા વચ્ચે મુકી દે છે અને રસ્તા વચ્ચે મુકી દેતાં ટ્રાફીક જામનાદ્રશ્યો સર્જાય છે તો કેટલાક વાહનચાલકોય તો ધાનેરાના બસ સ્ટેશનને પણ પાર્કિંગ બનાવી દીધું છે અનેબસ સ્ટેશનમાં પણ પોતાના વાહનો પાર્ક કરી કામ અર્થે જતા હોય છે ત્યારે આવા લોકો સામે આજે ધાનેરાટ્રાફિક પોલીસ માંથી રવિભાઈ સોલંકી સહિત પોતાની ટીમને લાલ આંખ કરી છે અને રસ્તા વચ્ચે પડેલા વાહનો તેમજ બસ સ્ટેશન માં પાર્ક કરેલા વાહનો ને લોક મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે