બનાસકાંઠામાં એક વર્ષની માસૂમ બાળકી માટે અધિકારીઓ અને આયા વચ્ચે જંગ જામ્યો છે અને બાળકીને મેળવવા માટે ડીસા પોલીસ સ્ટેશનથી લઈ હાઇકોર્ટ સુધી સામસામે ફરિયાદો થઈ છે. માત્ર એક મહિનાની માસૂમ બાળકીને મેળવવા માટે અધિકારીઓ અને આયા વચ્ચે જંગ જામ્યો છે. એક મહિના અગાઉ ડીસા રેલવે સ્ટેશન પાસેથી બિનવારસી હાલતમાં આ બાળકી મળી આવી હતી. ત્યારે ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બીમાર હાલતમાં મળી આવેલી બાળકીને ડીસાની ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ પાલનપુર ચિલ્ડ્રન હોમ અને પોલીસ બાળકી પાસે પહોંચ્યા હતા. જોકે તે સમયે બાળકીની તબિયત વધારે નાદુરસ્ત હોવાના કારણે અધિકારીઓએ બાળકી સાથે આવેલ પૂજા બહેનને તેની સારસંભાળ રાખવા માટે વિવિધ શરતોને આધીન લેખિત મંજૂરી આપી હતી અને બાળકીની સારવાર કરાવવાની અને સારવાર થયા બાદ જ આ બાળકીને અધિકારીઓને સોંપવાની હતી જોકે તેના એક અઠવાડિયા બાદ તરત જ આ અધિકારીઓએ કંઈપણ જાણ કર્યા વગર બિનવારસી હાલતમાં મળેલી બાળકીને હોસ્પિટલ સુધી પહોંચાડનાર સેવાભાવી અને જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી સામે અપહરણની ફરિયાદ દાખલ કરી દીધી છે. અધિકારીઓની આવી અડોડાઈથી ભરતભાઇ કોઠારી પણ ચોંકી ઉઠ્યા હતા અને અધિકારીઓ ખોટી રીતે ફરીયાદ કરી હેરાન કરતા હોવાના આક્ષેપો કર્યા હતા..
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -