બનાસકાંઠા જિલ્લામાં આવેલ નમૅદા કેનાલમાં માતા અને બાળક એક સાથે ઝંપલાવ્યું હતું જે બાળક ગઈ કાલે મળી ગયું અને ત્યારબાદ શોધખોળ કરતાં આજે બાળકની માતા મળી આવી. જ્યારે બાળક ની માતા મળી આવી નહોતી જેની ઓળખ કરતાં પિયર જાડા અને સાસરી ઓગડવાડા કાકરેજ ની વતની હોવાનું જાણવા મળ્યું હતું. તારીખ 11/05/2022 ના રોજ બાળક અને માતા કેનાલ માં જંપલાવતા બાળક ગઇ કાલે અને માતા નો મૂર્ત્ દેહ લાંબી શોધખોળ બાદ આજે વામી ખાતે આવેલ સાયફન માંથી મળી આવતા જે મહિલા નું નામ કેશરીબેન મીરખાન ભાઈ વાદી જાણવા મળેલ છે જેની ઉમર વર્ષ આશરે 30 વર્ષ જાણવા મળેલું છે
જે ઝંપલાવ્યું હતું એ મહિલા બે બાળકો ની માતા હોવાનું જાણવા મળ્યું છે થરાદ પોલિસ સ્ટેશન માં જાણ કરવા માં આવેલી જે કલાક સુધી સમય વિતી જવા છતાં નાં આવતા પછી મામલતદાર કચેરી થરાદ ખાતે જાણ કરવામાં આવેલી છે.બે બાળક ની માતા એ શા માટે કેનાલ માં ઝંપલાવ્યું એવી શું મજબૂર બની હશે ત્યારે બાળક સાથે પોતાની જીવન ને સંકેલી લીધું જેનુ કારણ હજી સુધી જાણવા મળ્યું નહોતું.