બોડેલીના અલીખેરવા વિસ્તારમાં રસ્તાઓ પર કીચડ તેમજ ખાડાના કારણે લોકોને હાલાકી પડી રહી હતી ત્યારે સમગ્ર અહેવાલ મડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતું પણ તંત્રે જાણે કામગીરીમાં વેઠ ઉતારી હોઈ તેમ વ્યવસ્થિત કામગીરી ન કરતા અકસ્માત ઝોન બનાવી દીધું હોઈ તેમ લાગી રહ્યું છે
બોડેલી તાલુકામાં આવેલ અલીખેરવા વિસ્તારના ગોપાલ ટોકીઝથી રાજખેરવા સહિત દિવાળી બા પાર્ક સોસાયટી સહિત મણિનગરના રસ્તા પર ખાડા પડતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સોસાયટીના અનેક માર્ગ પર કાદવ – કીચડ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ સ્થાનિક સહિત વાહનચાલકોને ગંદકી ભર્યા રસ્તેથી પસાર થવાનો વારો આવ્યો છે આ ઉપરાંત લોકો સહિત ખેડૂતો પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હોઇ છે ત્યારે ઘણીવાર વરસાદી પાણી ખાડામાં ભરાતા નજર ન પડતા લોકોને જીવન જોખમે પસાર થવાનો વારો આવ્યો છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ મડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતું અને રસ્તાઓ પર ખાડા પુરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ તંત્રની કામગીરીથી રહીશો દુકાનદારો તેમજ વાહનચાલકો સંતુષ્ટ નથી તેમ લાગી રહ્યું છે કારણકે તંત્રેએ કામગીરીમાં માત્ર ઇટો સહિત પથરા નાખી ખાડા પુરી સંતોશ માન્યો છે પણ તંત્રએ ખાડા એવા પૂર્યા જાણે કે બમ્બ બનાવી દીધો જેને લઈ વાહનચાલકો તેમજ લોકોને મુશ્કેલી વેઠવાનો આવ્યો છે અને જો રાત્રીના સમયે વાહન ચાલકને આ ઇટો અથવા પથ્થર ન દેખાય તો ચોક્કસ પણ અકસ્માત સર્જાશે તેમ લાગી રહ્યું છે તંત્ર દ્વારા વેઠ નહિ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે