કોરોનાના વધતા સંક્રમણને લઈને દ્વારકા જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. જન્માષ્ટમીના ઉત્સવ પર ભક્તો દ્વારકાના જગત મંદિરના દર્શન નહીં કરી શકે. તારીખ 10થી 13 ઓગસ્ટ એટલે કે ચાર દિવસ દ્વારકાધીશ મંદિર યાત્રિકો માટે બંધ રહેશે. જન્માષ્ટમી દરમિયાન માત્ર પૂજારી પરિવાર અને સરકારી અધિકારી સિવાયના વ્યક્તિઓ માટે મંદિરમાં પ્રવેશ માટે પ્રતિબંધ રહેશે.
(File Pic)
આ નિર્ણય એટલા માટે લેવાયો કેમકે જન્માષ્ટમી તહેવારમાં ચાર દિવસ દરમિયાન દોઢ લાખ ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા આવે છે. મળતી માહિતી મુજબ, આગામી થોડા દિવસો બાદ ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતી આવી રહી છે.
(File Pic)
ત્યારે ભક્તો માટે દ્વારીકાધીશ મંદિર બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. દ્વારકા કલેક્ટરે કોરોના સંક્રમણને કારણે જાહેરનામુ બહાર પડીને મંદિર બંધ રાખવાની જાહેરાત કરી છે. જન્માષ્ટમીના ઉત્સવ પર ભક્તો દ્વારકાના જગત મંદિરના દર્શન નહીં કરી શકે. તારીખ 10થી 13 ઓગસ્ટ એટલે કે ચાર દિવસ દ્વારકાધીશ મંદિર યાત્રિકો માટે બંધ રહેશે