દેશમાં ઝડપથી વધતાં કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે દરેકની નજર હવે કોરોના વાયરસ પર ટકેલી છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાની બીજી લહેરને જોતાં કોરોના વેક્સીન ખૂબ જ જરૂરી બની ગઈ છે. આ દરમિયાન હવે સારા સમાચાર એ છે કે ભારતમાં ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સીન કોવિશીલ્ડે પોતાના ત્રીજા તબક્કાના ટ્રાયલનો સૌથો મોટો પડકાર પાર કરી દીધો છે.
કોવિશીલ્ડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેરાત કરી છે કે ભારતમાં કોવિશીલ્ડની સૌથી પડકારજનક ચકાસણીમાંથી પસાર થઈ ગઈ છે. આઇસીએમઆર અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ અમેરિકાની ફાર્મા કંપની નોવાવેક્સની કોરોના વાયરસ વેક્સિન કોવોવેક્સના પણ ક્લિનિકલ ડેવેલપમેન્ટ માટે પણ સાથે મળીને કામ કરી રહ્યું છે.
અમેરિકાના નોવાવેક્સ દ્વારા કોવોવેક્સ વિકસિત કરવામાં આવેલ છે અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ તેને આગળ વધારવાનું કામ કરી રહ્યું છે. મહત્વનું કે, પુણેની દવા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે આગામી વર્ષે જાન્યુઆરી મહિના સુધી કોરોના વેક્સીન આવી શકે છે. સાથોસાથ તેઓએ એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે વેક્સીનની કિંમત સામાન્ય લોકોની પહોંચમાં હશે.