અમદાવાદ શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે તંત્ર દ્વારા જે જગ્યા પર ભીડ એકત્ર થાય છે ત્યાં લારી ગલ્લા તેમજ દુકાનો બંધ કરાવામાં આવે છે.
ત્યારે મનપાના સોલિડ વેસ્ટ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી પ્રમાણે, શહેરમાં જ્યાં સુધી કોરોના સંક્રમણ ઓછું ન થાય ત્યાં સુધી પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપ્યો છે. તો જે લોકો આ આદેશનું પાલન નહીં કરે અને ગલ્લા ખોલશે તેમની સામે અમદાવાદ મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે.
મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મનપા એક્શનમાં આવી છે અને અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે હવે શહેરના પાન-ગલ્લા બંધ કરવાના આદેશ આપ્યા છે.