શાળા સંચાલકોએ શિક્ષણ ફી નહિ વસૂલી શકે તેવા રાજ્ય સરકારના પરિપત્રના એક મુદ્દાને રદ્દ કર્યા બાદ આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી શાળાઓ દ્વારા વસૂલતી ફી વિરૂદ્ધની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે ગત સુનાવણીમાં ખાનગી શાળાઓને ફી વસૂલવા માટે મંજૂરી આપી હતી પરંતુ, આજે આ અંગે સુનાવણી કરતા કોર્ટે ખાનગી શાળા સંચાલકોને ટકોર કરી હતી કે તેઓએ માત્ર શિક્ષણ ફી જ વસૂલવી જોઈએ.
(File Pic)
આ ઉપરાંત હાઈકોર્ટે શાળાઓને સરળ હપ્તાની વ્યવસ્થા કરવાના પણ નિર્દેશ આપ્યાં છે. થોડાં દિવસ પહેલાં જ હાઈકોર્ટે ફીના મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર રદ કર્યો હતો.શાળા સંચાલકોએ શિક્ષણ ફી નહિ વસૂલી શકે તેવા રાજ્ય સરકારના પરિપત્રના એક મુદ્દાને રદ્દ કર્યા બાદ આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી શાળાઓ દ્વારા વસૂલતી ફી વિરૂદ્ધની અરજી પર આજે સુનાવણી ચાલી હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
(File Pic)
સ્વનિર્ભર શાળા-સંચાલકો તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી વસૂલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત છે. કોર્ટે કહ્યું હતું કે વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે.