ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે હવે કોરોનાના ટેસ્ટના ચાર્જને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના ટેસ્ટિંગ અંગે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે RTPCR ટેસ્ટના ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગના 800 રૂપિયા થશે અને જો ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા થશે.
આ નિર્ણયનો અમલ આજથી થશે. આ અગાઉ રાજ્યમાં ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા જેટલો થતો હતો. મળતી માહિતી મુજબ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે રાજ્યમાં RT PCT ટેસ્ટના ચાર્જને લઇ મોટી જાહેરાત કરી હતી.
હવેથી કોરોનાના ટેસ્ટ માટે લેબોરેટરીમાં RT PCR ટેસ્ટના 800 રૂપિયા ચાર્જ લેવાશે. આજથી નવા ચાર્જ અમલી બનશે. હવે ગુજરાતમાં RT PCR ટેસ્ટ માત્ર 800 રૂપિયામાં થશે. કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. જેમાં કીટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તો લેબનો કર્મચારી ઘરે જઇને કે પછી હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરે છે તો આ માટે રૂ,1100 ચાર્જ રહેશે.