કેન્દ્રની મોદી સરકારે હવે આત્મનિર્ભર ભારત અભિયાનને વધુને વધુ પ્રોત્સાહન આપતા રક્ષા મંત્રાલયમાં પણ આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ ધપાવ્યુ છે. જે અંતર્ગત રક્ષામંત્રી રાજનાથ સિંહે આ અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મંત્રાલયે 101 આઈટમ્સની યાદી તૈયાર કરી લીધી છે. જેની આયાત પર રોક લગાવવામાં આવશે. રક્ષા ઉત્પાદનના સ્વદેશીકરણને વધારો આપવા માટે એમઓડી 101થી વધારે વસ્તુઓની આયાત એમ્બાર્ગો રજૂ કરશે. લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (LAC) પર ચીન સાથે તણાવ બાદ રક્ષામંત્રીએ આ જાહેરાતને મુખ્ય ગણાવી હતી.
(File Pic)
આ સાથે જ મહત્વની જાહેરાત એ પણ કરવામાં આવી હતી કે હવે ડિફેન્સ સેક્ટરમાં ભારત આત્મનિર્ભર બનશે, આ માટે સંરક્ષણના 101 ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મૂકાશે. આ યાદીમાં સામાન્ય પાર્ટ્સ સિવાય કેટલીક હાઈ ટેક્નોલોજી વેપન સિસ્ટમ પણ સામેલ છે. સિંહના જણાવ્યાં મુજબ આ પગલું રક્ષાક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે.
મહત્વનું છે કે, ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન રક્ષા ક્ષેત્રમાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયે જે યાદી તૈયાર કરી છે તે સેના, પબ્લિક અને પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રી સાથે ચર્ચા કરીને તૈયાર કરાઈ છે. રાજનાથ સિંહના જણાવ્યાં મુજબ આ આયાત પ્રતિબંધ એટલે કે એમ્બાર્ગોને 2020-2024ના વચ્ચે ધીરે ધીરે લાગૂ કરવાની યોજના છે. આ સાથે જ રાજનાથ સિંહે કહ્યું કે નેગેટિવ લિસ્ટમાં આવેલી વસ્તુઓનો વિસ્તાર કરવાની તક ભારતને મળશે.