દેશમાં કોરોના સામેની લડાઈ સતત ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કોરોના વોરિયર્સ માટે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોના મહામારીમાં દર્દીઓની સેવામાં રાત દિવસ લાગેલા કોરોના વોરિયર્સના બાળકો માટે MBBSની 5 બેઠકો અનામત રહેશે.
આ જાહેરાતથી કોરોના વોરિયર્સના ઉત્સાહમાં વધારો થયો છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી એટલે કે એમબીબીએસમાં કોરોના વોરિયર્સના બાળકો માટે પાંચ સીટ અનામત રહેશે.
સરકારી સમાચાર સેવા પ્રસાર ભારતીના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય મંત્રીએ એ પણ જણાવ્યું કે, કયા લોકો કોવિડ વોરિયર્સની શ્રેણીમાં હશે. તેમણે જણાવ્યું કે, કોરોના વોરિયર્સ એ છે જે જમીની સ્તર પર કામ કરતા આશા કાર્યકર્તા અને હોસ્પિટલમાં કામ કરતા નર્સ અથવા ડોક્ટર છે. તેમના બાળકો માટે બેઠકો અનામત રાખવામાં આવશે. મહત્વનું છે કે, દેશમાં સતત 11 દિવસે પણ દેશમાં 50 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના પ્રયાસોને કારણે સતત સફળતાઓ મળી રહી છે. દેશમાં રિકવરી રેટ વધીને 93.58 ટકા થયો છે.