વડોદરાના ડભોઇ કરનેટ ગામે ખાણખનિજ વિભાગના દારોડ ઓરસંગે નદી માંથી રેતી રોયલ્ટી અને પાસ પરમીટ વિના ખનન કરતા ભુ માફિયા ની 15 જેટલી હાઈવા ટ્રક સાથે 2 હિતાચી જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ તાલુકા મા ઓરસંગ નદી મા મોટા પાયે રેતી ખનન થતું આવ્યું છે આજ રોજ વહેલી સવાર થઈ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ભુ માફિયા ઓ સામે ખાન ખનીજ વિભાગે લાલ આંખ કરી હતી.
તાલુકા ના કરનેટ ગામે દરોડા કરી કુલ 15 જેટલી ટ્રકો જે નંબર જી.જે.06-એ.વી. 0546, જી.જે.06-એ.જેડ.5846, જી.જે.06-એ.જેડ.5423, જી.જે.06-વાય.વાય.6994, જી.જે.16-ડબ્લ્યુ. 4007, જી.જે.06-જેડ.જેડ.6683, જી.જે.06-ટી. 5882, જી.જે.06-એ.એક્ષ.6909, જી.જે.06-જેડ.જેડ.6909, જી.જે.06-એ.ટી.4078, જી.જે.16-એ.યુ.9185, જી.જે.06-બી.વી.0067, જી.જે.06-એ.એક્ષ.6792, જી.જે.02-એક્ષ. એક્ષ 6756 સહિત એક નંબર વિના ની રેતી ભરેલી હાઈવા ટ્રક તેમજ બે નંબર વિના નાં હિતાચી મશીન સિઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે રોયલ્ટી વિના ખનન કરતા ભુ માફિયા ને દંડ ફટકારી તેમજ અન્ય બે ટ્રકો જે ઓવર લોડ રેતી ભરી હતી જેને પોલીસ આરટીઓ મેમો આપી ડિટેઇન કરવામાં આવી છે