જામનગર જિલ્લાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળીયા શહેરમાં પવિત્ર તેહવારરમઝાન દરમિયાન ભગાડ પરિવાર દ્વારા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં હિન્દુ -મુસ્લિમ નું પ્રતીક જોવા મળ્યું સાથે જ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ઈફ્તાર પાર્ટી માં ખાસ હાજરીઆપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક જામ ખંભાળીયા શહેર ના ભગવતી કમ્પાઉન્ડ
વિસ્તાર માં મોહમદહુશેન ઈસ્માઈલ ભગાડ ઉર્ફે મમુ ભગાડ પરિવાર દ્વારા રમઝાન તહેવાર નિમિતેઈફ્તાર પાર્ટી નું આયોજન કરાયુ હતું જેમાં હિન્દૂ – મુસ્લિમ સમાજ ના લોકો ઇફતાર પાર્ટી માં જોડાયા હતા .
સાથે જ ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા મહામંત્રી મયુરભાઈ ગઢવી , જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહવાઢેર. જિલ્લા લઘુમતી મહા મંત્રી હનીફભાઈ ઉઢા, જિલ્લા લઘુમતી પ્રમુખ હાજી ઉસમાન, ઓખા નગરપાલિકા સદસ્ય અજીત બાપુ બુખારી, ઓખા શહેર ભાજપ ઉપ પ્રમુખ ઇકબાલભાઈ, શહેર ના દેસુર ધમાં,ઈમ્તિયાઝખાન પઠાણ, નુરમામંદ પરિયાની અને ખંભાળિયા ના મુસ્લિમ સમાજ ના અગ્રેણી હુસેનભાઈભોકલ , રહીમભાઈ ચાકી વગેરે ઉપસ્થિતિમાં મોહમદહુશેન ઈસ્માઈલ ભગાડ ઉર્ફે મમુ ને ભાજપ જિલ્લામહા મંત્રી મયુરભાઈ ગઢવી અને જિલ્લા લઘુમતી મહા મંત્રી હનીફભાઈ ઉઢા દ્વારા ભાજપ નો ખેંશપહેરાવી ને ભાજપ જિલ્લા લઘુમતિ ઉપપ્રમુખ નો હોદ્દો આપીને પાર્ટી માં પ્રવેશ કરાવ્યો. અને આ ઇફતારપાર્ટી મા મોટી સંખ્યા માં હિન્દુ મુસ્લિમ ભાઈઓ પ્રતીક દેખાયું હતું.