ગુજરાતમાં તબલીગી જમાતના લોકોની શોધખોળ છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે જાણકારી આપતા રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં તબલીગી જમાતના 127 લોકોની ઓળખ થઈ ચુકી છે જેમાંથી 11 લોકો કોરોના પોઝિટિવ છે અને તેમના સંપર્કમાં આવવાથી તેમનાથી ત્રણ ગણા લોકો કોરોનાનો ભોગ બન્યા છે.પ્રેસ કોન્ફરન્સને સંબોધતા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, હજુ પણ કેટલાંક લોકો નિયમોને પાળતા નથી. તો નિઝામુદ્દીનની તપાસમાં સુરવલી નામનું જમાતીઓનું વધુ એક ગ્રુપ સામે આવ્યું છે. સુરવલી ગ્રુપના જમાતીઓની તપાસ ચાલુ કરવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદમાં સંક્રમણ વધી રહ્યું હોવાનું પણ ડીજીપીએ સ્વીકાર્યું હતું.અમદાવાદમાં પણ બીજા મરકઝમાં આવેલા લોકો હોઇ શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, નિજામુદ્દીનથી આવેલા 127 લોકોની ઓળખ કરાઈ છે. નિઝામુદ્દીન મરકજમાં ગયેલા 11 લોકો પોઝિટિવ હતા. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ પણ કેટલાક લોકો હકીકત છુપાવી રહ્યા છે.અમદાવાદ સહિત રાજ્યમાં બીજા મરકઝમાંથી આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -