આઝાદીના અમૃર્ત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકારના નાણાં વિભાગ સમગ્ર ભારતમાં તા ૬ જૂનથી ૧૨ જૂન સુધીના એક અઠવાડિયાને “આયકોનિક વિક સમારોહ” તરીકે ઉજવી રહ્યું છે. તેના પગલે ભરૂચ જિલ્લામાં પણ લીડ બેન્ક સેલ બેંક ઓફ બરોડા, ભરૂચ દ્વારા આ પ્રકારની ઉજવણીનું આયોજન હાથ ધારવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત રિજનલ મેનેજર બીઓબી શ્રી સચીન વર્મા, રિજનલ મેનેજર એસબીઆઈ શ્રી રવી સીન્હા તથા જનરલ મેનેજર ડીઆઇસી શ્રી જે બી દવે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, આત્મ નિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા સરકારશ્રી અનેકવિધ યોજનાઓ અમલમાં લાવી રહી છે. ત્યારે નાગરિકોએ તે યોજનાઓના લાભ લેવા જાગૃતિ કેળવવા પર ભાર મુક્યો હતો. અનેક યોજનાઓ થકી નાગરિકોના જીવનધોરણ ઊંચા લાવવા ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે
ત્યારે આ પ્રકારના કાર્યક્રમો થકી સાચા અર્થમાં આઝાદીના અમૃતકાળની સાચી ઉજવણી સાર્થક બનશે તેમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં ચાલતી સખીમંડળનું ઉદાહરણ પ્રસ્તુત કરતાં જણાવ્યું કે અઢી લાખ જેટલી સખીમંડળો પાસે અંદાજીત ૫૦ હજાર કરોડ જેટલી થાપણ છે. જેના થકી કરોડો મહિલાઓ જીવનમાં આર્થિક રીતે પગભર બની છે.આ પ્રકારની બીજી ઘણી યોજનાઓ થકી લોકો આર્થિક રીતે સમૃધ્ધ થયા છે.આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય આઉટ રીચ પ્રોગામ અંતર્ગત બેંકમાંથી વિવિધ યોજનાઓ થકી આર્થિક ઉન્નતી સાધવા વડાપ્રધાનશ્રીએ “જન સંપર્ક પોર્ટલ” લોન્ચ કર્યું છે. જેના થકી અરજદાર ૧૩ જેટલી જુદી જુદી યોજના માટે સીધા આર્થીક સહાય માટે પણ એપ્લાય કરી શકે છે.આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આર્થિક સહાય સ્વરૂપે ચેકનું વીતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.