કોરોના વાયરસની મહામારી દુનિયાભરમાં ફેલાઈ છે ત્યારે માસ્ક પહેરવુ જરુરી છે. જોકે વધતી જતી ગરમી વચ્ચે માસ્ક પહેરવુ મુશ્કેલ છે. જેને ધ્યાનમાં રાખી જાપાનમાં ખાસ પ્રકારના માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે.
આ માસ્ક ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવે છે. જેને આઈસી માસ્ક તરીકે ઓળખવામાં આવે છે. જાપાનમાં આ માસ્ક ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે.
આ માસ્ક એવા કપડાતી બને છે જે ઠંડા હોય છે. આ માસ્કને પહેરીને ગરમી લાગતી નથી. જાપાનમાં આ માસ્ક અનેક ઠેકાણે વેન્ડિંગ મશીન થકી વેચવામાં આવે છે.
આ માસ્ક કોરોના સામે બચવા માટે ઉપયોગી છે અને ગરમીથી પણ બચાવે છે. આ માસ્કથી ગરમીમાં અંદર શ્વાસ લેવા જેવી તકલિફ નથી પડતી. જાપાનમાં આ માસ્કને વેન્ડિંગ મશીનોમાં 04 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર રાખવામાં આવે છે. આ માસ્ક એક વેન્ડિંગ મશીનથી આશરે 400 માસ્ક વેચાય છે. આ માસ્કનો ઉપયોગ કરના લોકોનું કહેવું છે કે આ માસ્ક એક વખતના ઉપયોગ માટે તો ઠીક પરંતુ ત્યારબાદ આ માસ્ક એટલા ઠંડા નથી રહેતા.જા