સાબરકાંઠા પોલીસ સરકારી બાબુઓને ગાંઠતી નાં હોવાની જીલ્લા કલેકટર દ્વારા ગૃહ વિભાગને પત્રથી જાણ કરાયા બાદ હવે સાબરકાંઠામાં પોલીસ તરફી લોક જુવાળ ઉભો થયો છે અને આઈ સપોર્ટ સાબરકાંઠા પોલીસનું એક કેમ્પેઈન ચાલુ થયું છે.
મહત્વનુ છે કે, સાબરકાંઠા જીલ્લામાં હાલમાં તમામ સોશિયલ સાઈટો પર I Support Sabarkantha Policeનું અભિયાન શરુ થયું છે. પાંચેક દિવસ પહેલા સાબરકાંઠા જીલ્લા કલેકટર સી.જે પટેલે ગૃહ વિભાગને એક પત્ર લખી સાબરકાંઠા પોલીસ દ્વારા સરકારી કર્મચારીઓની પજવણી થતી હોવાની ફરિયાદ કરાયેલી. જો કે આ ફરિયાદ બાદ તરત જ સાબરકાંઠા જીલ્લામાં પોલીસના સમર્થનમાં ટવીટર, વોટ્સઅપ અને ફેસબુક પર કેમ્પેઈન ચાલુ થયું છે. તો પોલીસની કામગીરીના સપોર્ટમાં જીલ્લાની જનતા આવી ગઈ છે.