બનાસકાંઠા
દાંતા તાલુકામાં મોટાભાગની વસ્તી આદિવાસી સમાજની છે આ સમાજ અન્ય સમાજોની સરખામણીમાં ગરીબ અને વંચિત સમાજ છે જે સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત છે આ તાલુકામાં ૧૫૦ થી વધુ ગામો આવેલા છે જેમાંથી મોટા ભાગના ગામો આદિવાસી સમાજના છે.જેમાંનું એક ગામ એટલે પાન્છા ગામ દાંતા તાલુકા નું આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે જેમાં પાન્છા સરકારી પ્રાથમિક શાળા આવેલી છે જેમાં એક થી આઠના ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી બાળકો અભ્યાસ કરે છે પરંતુ આ બાળકો સાથે ક્રૂર મજાક થઈ રહ્યો છે અને તેમના ભવિષ્ય સાથે ચેડા થઇ રહયાં છે તેમના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે તે જ શાળાના શિક્ષકો આ શાળામાં આચાર્યની સાથે ૧૧ શિક્ષકો ફરજ બજાવે છે પરંતુ આ દરેક શિક્ષક પોતાની ફરજ પ્રત્યે બેદરકાર છે તેથી આ બાળકોને નથી ભણાવતા કે નથી સંસ્કારોનું સિંચન કરતાં આવડતું અહીં શાળામાં બધા શિક્ષકો આવી વાતોના વડા કરી પોતાનો મફતનો સરકારી પગાર મેળવી રહ્યા છે.અહીં ભણતા વિદ્યાર્થીઓની તેમનું નામ સુધી લખતા નથી આવડતું અમારા રિપોર્ટર દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું તો ચોંકાવનારા રાજ ખૂલ્યા,છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નથી લખતા નથી વાંચતા આવડતું જ્યારે પરીક્ષા આવે છે ત્યારે શિક્ષકો પોતે કાપલી આપી ને વિદ્યાર્થીઓને કોપી કરાવે છે અને આવો વિડિયો હમણાં વાયરલ થયો છે