દિવાળીના તહેવારો બાદ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં કોરોના વાયરસના કેસ વધી ગયા છે અને નિષ્ણાંતો અનુસાર હાલમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે ત્યારે તમારી રોગ પ્રતિકાર શક્તિ વધારવી ખુબ જ જરૂરી છે અને રાજ્યમાં શાળા-કોલેજો શરૂ ન કરવી જોઇએ તેવી અપીલ નિષ્ણાંતો કરી રહ્યા છે.
કોરોનાની સ્થિતિને લઈ તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. પેરેન્ટસ ડોમિસાઈલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈએ સરકારને અપીલ કરી છે કે, આ સ્થિતિમાં શાળા કોલેજ શરૂ કરવી યોગ્ય નથી, સાથે જ લોકોએ સાવચેતી રાખવાની જરુર છે. તેમણે શાળા કોલેજ શરૂ કરવાની ઉતાવળ ન કરવા સરકારને અપીલ કરી છે.
પેરેન્ટસ ડોમિસાઈલ એસોસિએશનના પ્રમુખે અપીલ કરતા કહ્યું કે, ધો.9થી 12ની શાળા શરૂ ન કરવી જોઇએ. રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની સ્થિતિ ખરાબ છે. જો શાળા શરૂ થશે તો વિદ્યાર્થીઓ સંક્રમિત થશે કારણ કે દિવાળીના તહેવારો બાદ કોરોનાનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. બીજા તબક્કામાં કોરોનાના લક્ષણો ઠંડી લાગીને તાવ આવવો. શરીરનું તાપમાન ઊંચું જવું. ચિકન ગુનિયા થવો તે છે.