હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું માવાવાળો ટોપરાપાક , ટોપરાપાક નાના-મોટા દરેક ને ખુબ જ ભાવતો હોય છે અને ટોપરાપાક તમે માવા નો ઉપયોગ કરીને અને એનો ઉપયોગ કર્યા વગર એમ બંને રીતે બનાવી શકો છો માવાવાળો ટોપરાપાક ટેસ્ટમાં ખુબ જ સરસ લાગતો હોય છે જ્યારે કોઈ તહેવાર આવતો હોય ત્યારે જો આ રીતની મીઠાઈ બનાવીને તમે સર્વ કરો તો એ ખૂબ જ સરસ લાગે છે તો આજે હું તમને એકદમ સરળ રીતથી ટોપરા પાક કેવી રીતે બનાવવો એ શીખવાડવાની છું તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ
તૈયારીનો સમય : 10 મિનિટ
બનાવવાનો સમય : 15 – 20 મિનિટ
સર્વિંગ : 500 થી 600 ગ્રામ ટોપરાપાક
સામગ્રી :
3/4 કપ ખાંડ (150 ગ્રામ)
1/4 કપ પાણી (50 મિલિ)
200 ગ્રામ સુકા ટોપરાનું છીણ
200 ગ્રામ મોળો માવો
1/4 ચમચી ઇલાયચી પાઉડર
થોડું કેસર
થોડો પીળો ફૂડ કલર
1 ચમચી ઘી
ચાંદી નો વર્ક (optional)
રીત :
1) સૌથી પહેલા એક કઢાઈમાં ખાંડ અને પાણી લઈ એને ગરમ કરવા માટે મૂકો એને મીડીયમ ગેસ ઉપર ઉકાળો
2) ખાંડ ઓગળી જાય એ પછી એમાં કેસર , ઈલાયચી પાવડર અને થોડો ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લો જો કલરના ઉમેરવો હોય તો skip કરી શકો છો
3) આમાં એક તારની ચાસણી બનાવવાની છે તો પાંચ થી છ મિનિટ પછી ચાસણી નું એક ટીપું ડીશમાં લઈ લો અને ઠંડુ થવા દો એ પછી અંગૂઠા અને આંગળીની વચ્ચે આ રીતે ચેક કરો આ રીતે એક તાર બને એટલે ગેસ ધીમો કરી દેવો
4) હવે એમાં ટોપરાનું છીણ નાખી સરસ રીતે મિક્સ કરી લો
5) ત્યાર બાદ એમાં મોળો માવો છીણીને ઉમેરો માવો સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લો
6) મિશ્રણ પ્રોપર બન્યું છે કે નહીં એ ચેક કરવા માટે તમે એમાંથી આ રીતે એક નાની ગોળી બનાવીને પણ ચેક કરી શકો છો હવે ગેસ બંધ કરી દેવો
7) ટોપરાપાક પાથરવા માટે કોઈ મોલ્ડમાં કે થાળીમાં ઘી લગાવી એમાં ટોપરાપાક લઈ લો અને એને લેવલમાં કરી દો પછી અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દો
8) ટોપરાપાક રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે પહેલા એની કિનારી અલગ કરો પછી એને થાળી માં અન મોલ્ડ કરી દો તમારે ટોપરાપાક ને આ રીતે રાખવો હોય તો પણ રાખી શકો છો અને જો ચાંદીનો વરખ લગાવવો હોય તો એના ઉપર ચાંદીનો વરખ આ રીતે લગાવી દેવો
9) હવે એને નાના-મોટા જેવા પીસીસ કરવા હોય એ પ્રમાણે એને કટ કરી લો
10) ટોપરાપાક બનીને તૈયાર છે આને બહાર ૨ દિવસ સુધી અને જો ફ્રીજમાં રાખો તો ૧૫ – ૨૦ દિવસ સારો રહે છે