કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યા બાદથી અત્યાર સુધી અનેક વેપાર ધંધાને નુકસાન થયુ છે. જેમાંનું એખ ફિલ્મ ઉદ્યોગ પણ છે. લોકડાઉનના કારણે ફિલ્મોના શુટિંગ અટકી ગયા હતા, તો સિનેમાઘરો 7 મહિના સુધી બંધ રહેતા કોઈ નવી ફિલ્મો પણ રીલીઝ કરવામાં આ નહતી. જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કરોડો રુપિયાનુ નુકસાન ભોગવવુ પડ્યુ છે.
ત્યારે હવે ગુજરાત સહિત દેશભરમાં અનલોક 5ની ગાઈડલાઈન મુજબ મલ્ટિપ્લેક્સ અને થિયેટર શરુ કરી દેવામાં આવ્યા છે.જોકે તેમ છતાં કોવિડ 19ની ગાઈડલાઈનના પાલન કરવાનું હોવાથી હજી પણ સિનેમાઘરોમાં ફિલ્મ રસીકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. સરકારે કોરોના ગાઇડલાઇન સાથે મલ્ટિપ્લેક્સ શરૂ કરવાની મંજૂરી આપી છે.
પરંતુ ગાઇડલાઇનના અમલને કારણે એક સીટ ખાલી રાખીને એક સીટ પર બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. જેના કારણે કપલ અને પરિવારના લોકો સાથે બેસીને ફિલ્મ જોવાનો આનંદ માણી શકતા નથી. આ કારણે થિએટરોમાં લોકોની સંખ્યા ઘટી છે. દર્શકોની સંખ્યા ઘટતા, શો રદ કરવાની સ્થિતી ઉભી થઇ છે. મલ્ટિપ્લેક્સ થિયેટરના માલિકો જણાવ્યું કે, ગાઇડલાઇનના કારણે કપલ અને પરિવારના લોકો સાથે બેસી ન શકતા હોવાના કારણે તેઓની સંખ્યા પણ હવે સાવ ઓછી થઇ ગઇ છે. આવી સ્થિતિમાં ફિલ્મ ઉદ્યોગને હજી પણ આગામી દિવસોમાં આર્થિક ફટકો પડવાની સંભાવના છે.