તાજેતરમાં જ રીલિઝ થયેલી અક્ષય કુમારની મલ્ટીસ્ટારર ફિલ્મ હાઉસફુલ 4 અને સિદ્ધાર્થ મલ્હોત્રાની મરજાવાંના સાઉન્ડ ટેક્નિશિયનનું બ્રેઈન હેમરેજને લીધે મોત થઈ ગયું. ઘણી હિટ ફિલ્મોમાં સાઉન્ડ રિલેટેડ કામ કરનારા યુવાન અને ટેલેન્ટેડ નિમિશ પિલનકરને હાઈ બ્લડ પ્રેશરને લીધે બ્રેઈન હેમરેજ થઈ ગયું અને આ જ કારણે તેનું મોત નીપજ્યું. હાલમાં તે એક વેબ સીરિઝ માટે કામ કરી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, તે દિવસ-રાત કામને પૂરું કરવામાં લાગેલો હતો. વધારે પડતા કામને લીધે તેની તબિયત લથડી અને દિમાગની નસો ફાટી ગઈ.
આ વાત ત્યારે બહાર આવી જ્યારે જાણીતા ફિલ્મકાર અને પત્રકાર ખાલિદ મોહમ્મદ નિમેશની મોત સંબંધિત એક ટ્વીટ કરી. સૂત્રોના જણાવ્યા મુજબ નિમેશ પર કામનો વધારે પડતો બોજ હતો અને તે જ તેના મોતનું કારણ બન્યું. નિમેશ માત્ર 29 વર્ષનો હતો. ખાલિદે પોતાની ટ્વીટમાં જણાવ્યું કે, સાઉન્ડ ટેક્નિશિયન નિમેશ પિલનકરનું 29 વર્ષની વયે મોત થયું. આ ટેક્નિશિયનો જ હિન્દી સિનેમાના રીડનું હાડકું હોય છે પણ આની પરવા કોને હોય છે તમામ સંગઠનો, સ્ટાર્સ અને નિર્માતાઓ માટે આ જાગી જવાનો સમય છે.