ભારતમાં પ્રીમિયમ કાર્યનું ઉત્પાદન કરનાર અગ્રણી કાર ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિ. (એચસીઆઇએલ)એ આજે તેની તદ્દન નવી ફીફ્થ જનરેશન હોન્ડા સિટીની વિગતો જાહેર કરી હતી, જેનું લૉન્ચ આગામી જુલાઈ 2020માં થવાનું છે. હોન્ડા સિટી એ દેશમાં સૌથી લોકપ્રિય સીડાન્સ પૈકીની એક છે અને વર્ષ 1998માં ફર્સ્ટ જનરેશન હોન્ડા સિટીના લૉન્ચની સાથે કંપની ભારતીય માર્કેટમાં પ્રવેશી છે ત્યારથી તે હોન્ડા બ્રાન્ડનો પર્યાય બની રહી છે.
સ્ટાઇલિંગથી માંડીને કાર્યદેખાવ, જગ્યા, આરામદાયકતા, કનેક્ટિવિટી અને સલામતી સુધી ફીફ્થ જનરેશનની હોન્ડા સિટી તેની દરેક વિગતમાં વર્ચસ્વનું પ્રતીક છે. ઇન્ડસ્ટ્રીમાં પહેલવહેલાં પગલાં તરીકે અને સ્માર્ટ ડીવાઇઝ ઇકોસિસ્ટમના વધતાં જઈ રહેલા ઉપયોગના વલણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ હોન્ડા સિટી એલેક્ઝા રીમોટની ક્ષમતા ધરાવતી ભારતની પ્રથમ કનેક્ટેડ કાર છે, જેની મદદથી ગ્રાહકો ઘરેથી આરામદાયક રીતે તેમની કાર સાથે સરળતાથી ક્રિયાપ્રતિક્રિયા કરી શકશે. આ નવી હોન્ડા સિટી સેગમેન્ટમાં પહેલવહેલી વખત રજૂ કરવામાં આવેલી અનેક વિશેષતાઓ પણ ધરાવે છે, જેમ કે, સંપૂર્ણ એલઇડી હેડલેમ્પ્સ, ઝેડ- આકારનો રૅપ-એરાઉન્ડ એલઇડી ટેઇલ લેમ્પ, જી-મીટરની સાથે 17.7 સેમીનું એચડી સંપૂર્ણ રંગીન ટીએફટી મીટર, લેનવૉચ કેમેરા, એજાઇલ હેન્ડલિંગ આસિસ્ટ (એએચએ)ની સાથે વ્હિકલ સ્ટેબિલિટી આસિસ્ટ (વીએસએ) અને બીજું ઘણું બધું. આ સોફેસ્ટિકેટેડ વિશેષતાઓની સાથે જ તે ભારતમાં મધ્યમ કદની સીડાનના સેગમેન્ટમાં ક્રાંતિ લાવશે.
‘મહત્વાકાંક્ષી સીડાન’ એ ફીફ્થ જનરેશનની હોન્ડા સિટીની ભવ્ય વિભાવના છે અને આ મોડલનો ઉદ્દેશ્ય તેના ગ્રાહકોની મહત્વાકાંક્ષાને પૂરક બનવાનો તથા તેમના જીવનને ઉન્નત બનાવવા તેમને આત્મવિશ્વાસની દ્રઢ ભાવના પૂરી પાડવાનો છે.આ નવી હોન્ડા સિટી 20.3 સેમી એડવાન્સ્ડ ટચસ્ક્રીન ડિસ્પ્લે ઑડિયો, એન્ડ્રોઇડ ઑટો ધરાવતી સ્માર્ટફોનની ખામીરહિત કનેક્ટિવિટી, એપલ કારપ્લે અને વેબલિંક, વન-ટચ ઇલેક્ટ્રિક સનરૂફ, રીયર વ્યૂ મિરરની અંદર ઑટો ડિમિંગ; એમ્બિયેન્ટ લાઇટ અને એલઇડી ઇન્ટરીયર લેમ્પ્સ જેવા અત્યાધુનિક ઉપકરણો ધરાવે છે.
આથી વિશેષ, આ કાર વન-પૂશ સ્ટાર્ટ/ સ્ટોપ એન્જિન, ટચ સેન્સર-આધારિત સ્માર્ટ કીલેસ ઍક્સેસ એન્ટ્રી, કીલેસ રીલીઝ ધરાવતું સ્માર્ટ ઇલેક્ટ્રિકલ ટ્રન્ક લૉક, વૉકઅવે ઑટો લૉક, રીમોટ એન્જિન સ્ટાર્ટ, તમામ ઑટો પાવર વિન્ડો અને સનરૂફનું ચાવી વગર થતું સંચાલન જેવી અત્યાધુનિક સ્માર્ટ કી સિસ્ટમ પણ ધરાવે છે. આ તદ્દન નવી હોન્ડા સિટી ટેલીમેટિક્સ કન્ટ્રોલ યુનિટ (ટીસીયુ) ધરાવતું નેક્સ્ટ જનરેશન હોન્ડા કનેક્ટથી સુસજ્જ છે, જે 32 કનેક્ટેડ વિશેષતાઓ ધરાવે છે. ગ્રાહકો દૂરથી જ વાહનની સ્થિતિ, દરવાજાના લૉકની સ્થિતિ, ઑટો ક્રેશ નોટિફિકેશન અને ઇમર્જન્સીમાં સહાય, ચોરાઈ ગયેલા વાહનનું ટ્રેકિંગ, સુરક્ષા સંબંધિત ચેતવણી, જીયો-ફેન્સ એલર્ટ અને બીજી ઘણી બધી માહિતી મેળવી શકે છે.