ભારતમાં પ્રિમિયમ કાર ક્ષેત્રની અગ્રણી ઉત્પાદક, હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડે (એચસીઆઈએલ) આજે તેની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી તદ્દન નવી ફીફ્થ (5મી) જનરેશન હોન્ડા સિટી કારને ભારતમાં લોંચ કરી છે. જાન્યુઆરી 1998માં પહેલીવાર ભારતમાં પ્રસ્તુત કરાયેલી હોન્ડા સિટી દેશની સૌથી સફળ મિડ-સાઈઝ સિડાન કાર બની ચૂકી છે. હવે તેની ફીફ્થ (5મી) જનરેશનમાં, સિટીએ ભારતમાં સિડાન કારના ઓરિજિનલ ઓથેન્ટિક શેપની હંમેશાથી વ્યાખ્યા કરવાની સાથે પોતાના ગ્રાહકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓ અનુસાર પોતાને નવપલ્લિત કરી છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી તદ્દન – નવી હોન્ડા સિટી પોતાના ભવ્ય વારસાને આગળ ધપાવવાની સાથે-સાથે સર્વોચ્ચતા પ્રદાન કરવા અને પોતાના ગ્રાહકોને સર્વોત્તમ કક્ષાનું મૂલ્ય ઓફર કરવાના અગાઉના બેન્ચમાર્કને પણ પાર કરી જવા કૃતનિશ્ચયી છે.
(File Pic)
ભારત, આસિયાન રાષ્ટ્રો તથા અન્ય બજારોમાં લોકોની ડ્રાઈવિંગની જરૂરિયાતો અને જીવનશૈલી માટે હાથ ધરાયેલા સઘન માર્કેટ સર્વેને પગલે નવી હોન્ડા સિટીને તોચીગી, જાપાન સ્થિત હોન્ડા આરએન્ડડી સેન્ટર ખાતે વિકસાવાઈ છે.