કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુજરાતના અક્ષરધામ મંદિર સહિત દેશભરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ આતંકીઓની નવી લિસ્ટ જાહેર કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા 18 નવા આતંકવાદીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સામેલ 18 લોકોને ગેરકાનૂની અધિનિયમ હેઠળ આતંકી જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત અક્ષરધામ મંદિર પર થયેલ આતંકી હુમલામાં સામેલ ફરહતઉલ્લાહ ઘોરીનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત આ યાદીમાં અમદાવાદ-સુરતમાં થયેલ સિરિયલ બ્લાસ્ટમાં સામેલ એમડી ઈકબાલનું નામ પણ સામેલ છે.
જ્યારે ગૃહ મંત્રાલયે છોટા શકીલને પણ આતંકી જાહેર કર્યો છે. ગુજરાતમાં 1993માં આરડીએક્સ કેસ મામલે છોટા શકીલને આતંકી જાહેર કરાયો છે.
જ્યારે 26-11 મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ લશ્કર-એ-તોયબાના સાજીદ મીરને પણ આતંકી જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ યાદીમાં યુસુફ મુઝમ્મીલ, અબ્દુલ રૌફ, ઈબ્રાહિમ અખ્તરનું નામ પણ સામેલ છે.