કોરોના વાયરસને માત આપ્યા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તબિયત લથડતા તેમને મોડી રાત્રે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
(File Pic)
તેમને મોડી રાતે AIIMSના ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને છાંતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ અને શ્વાસ સંબંધિત સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે.
(File Pic)
AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમજ હાલ તેમની હાલત સ્થિર હોવાનું મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે, કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહને ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમજ હાલમાં જ 14 ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને તેમને ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમણે આ અંગેની માહિતી પોતે ટ્વીટ કરીને આપી હતી. ત્યારે ગત મોડી રાત્રે તેમની તબિયત લથડતા તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.