ઢોલ નગારા સાથે ગુલાબની પાંખડીઓ ઉડતી જોઈને તમને લાગશે કે કદાચ આ કોઈ વરઘોડો જઈ રહ્યો છે પરંતુ ના આ વરઘોડો નથી, પરંતુ હિંમતનગરના એક દાદાએ પોતાની નવજાત પૌત્રીઓ પ્રથમવાર ઘરે આવતા તેમને આવકારવા માટે કરેલો આ જલસો છે.સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી યુસુફભાઈ પઠાણ અને પૂર્વ કોર્પોરેટર રહીશાબાનું પઠાણની પુત્રવધૂ રેહમતના કૂખે બે દીકરીઓ અવતરી
ત્યારે સામાન્ય રીતે સમાજમાં દીકરીના જન્મે લોકો મોઢું મચકોડતા હોય છે. ત્યારે અહીં આ બે દીકરીઓનું ઢોલ નગારા સાથે ઘરે સ્વાગત કરવામાં આવ્યુ યુસુફભાઇના ઘરે સદફ અને સનાયાનો જન્મ થતા પુત્ર જન્મ કરતાં પણ વધુ ખુશી આ પરિવારમાં જોવા મળી હતી.