હિમતનગર – શામળાજી હાઇવે પર ચક્કાજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. મહત્વનુ છે કે, સાબરકાંઠા-અરવલ્લીની બોર્ડરના ગામ રાજેન્દ્રનગર ચોકડી પર ચક્કાજામ જોવા મળ્યો હતો. ત્યારે રાજસ્થાન તરફ જતા શ્રમિકોએ ચક્કાજામ કર્યું હતું. ત્યારે 400 જેટલા શ્રમિકો એકઠા થયા હતા.
તેમજ અરવલ્લી પોલિસે રાજસ્થાન તરફ જતા અટકાવતા શ્રમિકો રોડ પર બેસી ગયા હતા. તેમજ હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. તેમજ ગાંભોઇ પી.એસ.આઇએ શ્રમિકોને હિમતનગર શેલ્ટર હોમમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી. આપને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે.
ત્યારે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રોજ કમાઈને પેટ ભરતા મજૂરો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. તેમજ પોતાના વતન જવા પગપાળા નીકળ્યા છે. તેમજ સરકાર દ્વારા તેમના માટે ટ્રેન તેમજ બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.