દિલ્હીમાં મોટા આતંકી હુમલાની આશંકાના પગલે દિલ્હી પોલીસને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરથી 4થી 5 આતંકીઓ દિલ્હીમાં ઘુસણખોરીની ફીરાકમાં હોવાની ગુપ્તચર માહિતી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે.
દિલ્હીમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રના પગલે દિલ્હી પોલીસને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આતંકી હુમલાને લઈને દેશની રાજધાની દિલ્હીમાં એલર્ટ અપાયું છે.
દિલ્હીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કર એ તૈયબાના આતંકી ઘૂસ્યાના ઇનપૂટને પગલે સુરક્ષા સઘન કરવામાં આવી છે. દિલ્હી પોલીસને મળેલી માહિતી મુજબ દિલ્હીમાં 4 આતંકી ઘૂસ્યા હોય શકે છે. જેથી દિલ્હીમાં દરેક વાહનોની તપાસ થઇ રહી છે.
દિલ્હીની બોર્ડરો પર પણ ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓ પાસે હથિયાર પણ છે. દિલ્હી પોલીસે બોર્ડર વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી છે. ખાસ કરીને ગેસ્ટહાઉસ અને હોટેલ્સમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. તો બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર પોલીસે તપાસ હાથ ધરી છે. દિલ્હી પોલીસે મકાન માલિકોને કડક સૂચના આપી છે કે ભાડૂઆતની તમામ વિગતો લઇને ઘર ભાડે આપવા, લોજ અને ગેસ્ટ હાઉસમાં પણ રૂમ ભાડે લેનારાની વિગતો મેળવવાની સૂચના અપાઇ છે.