ભારત ગંભીર હીટવેવની પકડમાં છે, દેશના ઘણા ભાગોમાં રેકોર્ડબ્રેક તાપમાન જોવા મળી રહ્યું છે. ઘણી જગ્યાએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચવાની દેશના ઘણા ભાગોને સૌથી વધુ અસર થઈ રહી છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર વધવા સાથે, ઓડિશા પણ આકરા તડકામાં સળગી રહ્યું છે, ઓડીસામાં એટલું તાપમાન વધી ગયું છે કે સ્ટવ વિના રસોઈ કરી શકાય છે.
ત્યારે આવીજ ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે. ઓડિશાના સોનેપુરમાં એક મહિલા કારના બોનેટ પર રોટલી બનાવતી કેમેરામાં કેદ થઈ હતી. 40 ડિગ્રીની આકરી ગરમીમાં કારના હૂડ પર ચપાતી બનાવતી મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર યુઝર નિલમાધબ પાંડાએ વીડિયો શેર કરીને લખ્યું છે. “મારા શહેર સોનપુરનો નજારો એટલો ગરમ છે કે કાર પર રોટલી બનાવી શકાય છે.
Scenes from my town Sonepur. It’s so hot that one can make roti on the car Bonnet 😓 @NEWS7Odia #heatwaveinindia #Heatwave #Odisha pic.twitter.com/E2nwUwJ1Ub
— NILAMADHAB PANDA ନୀଳମାଧବ ପଣ୍ଡା (@nilamadhabpanda) April 25, 2022
રાજ્યમાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ જોવા મળ્યા બાદ, ઓડિશામાં શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ મંગળવારે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી ઓડિશામાં લોકો માટે હવામાન પરિસ્થિતિઓમાંથી કોઈ રાહત મળશે નહીં. પશ્ચિમી સૂકો પવન અને ઉચ્ચ સૌર ઇન્સોલેશન ઉત્તરપશ્ચિમ તરફ વળતાં, આગામી ત્રણ દિવસ દરમિયાન આંતરિક ઓડિશામાં ઘણી જગ્યાએ તાપમાન 3-5 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. , હવામાન કચેરીએ જણાવ્યું હતું