તમને બરાબરની ભૂખ લાગી હોય અને ઓનલાઈન તમે ફૂડનો ઓર્ડર આપ્યો હોય તેવામાં જો ફૂડ લઈને આવતા ડિલીવરી બોયને પોલીસ પકડી લે તો? આવી જ એક ઘટના ઈંગ્લેન્ડના વુડ્લીમાં સામે આવ્યો છે. જ્યાં એક કસ્ટમરે ઓનલાઈન કબાબનો ઓર્ડર કર્યો હતો. ડિલીવરી બોય રસ્તામાં જ હતો, પરંતુ તેને પોલીસે પકડી લીધો.
ડ્રગ ડ્રાઈવિંગના કેસને લઈને પોલીસે તેની ધરપકડ કરી. જોકે, પછી તમને એ કબાબ વિશે વિચાર આવે કે તેનું શું થયું? થયું એવું કે પોલીસકર્મી કબાબની ડિલીવરી કરવા પહોંચી ગયા.
મળતી માહિતી મુજબ, પોલીસે જ્યારે ડ્રાઈવરની ધરપકડ કરી ત્યારે તે કબાબની ડિલીવરી કરવા જઈ રહ્યો હતો. જોકે આ અંગેની જાણ થતાં પોલીસ પોતે કસ્ટમરના ઘરે કબાબની ડિલીવરી કરવા પહોંચી ગયા.