રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે. ત્યારે હવામાન વિભાગે આગામી 12 અને 13 જુલાઇના રોજ ફરી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 12 જુલાઇએ નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે.
(File Pic)
જ્યારે કે 13 જુલાઇના રોજ સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના ઘણા ભાગોમાં સવારે પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળ્યા હતા. તેવામાં હવામાન વિભાગે આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
(File Pic)
ગુજરાતના માથે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજયના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતમાં બની રહેલી વરસાદી સિસ્ટમ આગામી 12 અને 13 જુલાઈએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે તેવી આગાહીના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 12 જુલાઈએ નવસારી, ગીર સોમનાથ, જૂનાગઢ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 13મી જુલાઈએ સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.