ગયા કેટલાક સમયથી વરસાદ રાજ્યમાં સંતાકૂકડી રમી રહ્યો છે. આકાશમાં કાળાં ડીબાંગ વાદળો છવાઈ જાય છે, પરંતુ વરસાદ મન મૂકીને વરસતો નથી. જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૬ ટકા વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ ખેડૂતો હાલમાં પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે.
(File Pic)
વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 36 ટકા વરસાદ વરસ્યો છે. 26 જુલાઇએ વલસાડ, દમણ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. તો ભાવનગર, ગીર સોમનાથમાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે. પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડના કેટલાક પંથકોમાં વરસાદ વરસ્યો હતો.
(File Pic)
વલસાડના ઉમરગામમાં બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો રાજકોટના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો સુરત શહેરમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો છે. કચ્છના સરહદી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. લાંબા વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો.