ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં શ્રીકાર વર્ષા થઇ છે. બનાસકાંઠાના દીયોદર, પાલનપુર, દાંતા, અમીરગઢ, વડગામ, દાંતીવાડા, ધાનેરા, ડીસા, થરાદ, કાંકરેજ એમ તમામ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો હતો. જેના પગલે દીયોદરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. દીયોદર પંથકના સોની ગામે કેનાલ પર સ્થિત પુલ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેનાલ હોવા છતા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે પુલ પર પાણી ભરાયા છે. જેને લઈ ગ્રામજનો પણ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. મહત્વનું છે કે, બનાસકાંઠા અને રાજસ્થાનના સિરોહી તેમજ આસપાસના જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાના તમામ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -