ઉનાના રાજપરા બંદરે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યું છે. કરંટના કારણે મોજા ઉછડ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. મોજા ઉછળતા બોટો એક બીજા સાથે અથડાતી જોવા મળી હતી. બોટોને નુકશાનીથી બચાવવા માછીમારોએ જીવના જોખમે દરિયામાં બીજી બોટો ઉતારી હતી. તેવામાં રાજપરાના દરીયામા ધોધમાર વરસાદ હાલ પણ ચાલુ જ છે. એમ પણ ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા પહેલાં જ નબળું પડી જતાં હવે વાવાઝોડાનો ખતરો રહ્યો નથી. ‘મહા’ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જોકે, વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ વાતાવરણમાં પલટો આવી ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગુરુવાર સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ‘મહા’ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 220 કિલોમિટર દૂર છે, દીવથી 180 કિલોમિટર દૂર છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -