હાલ દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રોજ કમાઈને ખાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેવામાં અનેક એવા લોકો પણ છે જે રાજસ્થાન, મધ્યપ્રદેશથી અને અનેક એવા મોટા મોટા શહેરો છે. જ્યાં કમાવવાની આશા સાથે પહોચતા હોય છે. ત્યારે આવા લોકોને લોકડાઉન જાહેર થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનુ છે કે, લોકડાઉનને લીધે દેશના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા સ્થળાંતરીત મજૂરોના કેસ અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ કહ્યું કે સરકાર મજૂરોની દુર્દશાને નજર અંદાજ કરી રહી છે અને તેમણે બંધારણને લગતા કોઈ અધિકાર આપવામાં આવ્યા નથી. આ અંગે ન્યાયધિશ એનવી રમના, સંજય કિશન કૌલ અને બીઆર ગવઈની બનેલી ખંડપીઠે ભૂષણને કહ્યું કે અમે તમારું શું સાંભળીએ? તમને પણ કોર્ટ પર વિશ્વાસ નથી અને આ સંસ્થા સરકારની બંધક નથી.
ભૂતપુર્વ આઈઆઈએમ ડાયરેક્ટર જગદીપ એસ ચૌકર અને વકીલ ગૌરવ જૈનની અરજી પર ખંડપીઠ સુનાવણી કરી રહી હતી. ચૌકર તરફથી ભૂષણની દલીલ રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની અંદર આ કેસ પર કેન્દ્રને જવાબ આપવા કહ્યું છે. ત્યારે કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે સરકાર સ્થળાંતરીત મજૂરોની સમસ્યાથી વાકેફ છે અને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્થળાંતરીત મજૂરોને શક્ય તમામ મદદ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને પ્રશાંત ભૂષણે એવું વિચારવાની જરૂર નથી કે તે એકમાત્ર વ્યક્તિ છે કે જે બંધારણને લગતા અધિકાર લાગુ ન કરવા અંગે ચિંતિત છે.