બનાસકાંઠાના કંસારી સબ સેન્ટરમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરના કર્મચારીએ આત્મહત્યા કરી છે. ડીસાના ઝેરડા પી એચ સીના કંસારી સબ સેન્ટર ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરના કર્મચારીએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવે રહ્યું છે. મળતી વધુ માહિતી અનુસાર દીપકકુમાર ખંડવીએ અગમ્ય કારોણસર આત્મહત્યા કરી હોય તેવું જાણવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટિમ ઘટના સ્થળે પહોચી આવ્યા હતા. ડીસા તાલુકા પોલીસને જાણ થતાં પોલિસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને ડીસા પીએમ અર્થે ખસેડવામાં આવી છે. આ મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -