દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મીઠાઈની દુકાનો ઉપર તવાઈએ તબાહી મચાવી છે. રાજ્યભરમાં મીઠાઈમોમાં દિવાળીમાં સૌથી વધુ મિલાવટ કરવામાં આવે છે એટલુ જ નહી પરંતુ આ પરબલામાં ભેળસેળ વાળી મીઠાઈઓને કારણે માંદગીમાં પણ વધારો જોવા મળે છે. મ્યુનિ. આરોગ્ય વિભાગની ફ્લાઇંગ ટીમે મીઠાઇ અને ફરસાણના વિક્રેતા પર દરોડા પાડી ખાદ્ય પદાર્થના નમૂના લીધા છે. આ ઉપરાંત બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કરાયો છે. સાથે કેટલાક એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. સાથે મ્યુનિ.એ આ એકમો પાસેથી રૂ.44,500નો વહીવટી ચાર્જ વસૂલ્યો છે. દશેરા વખતે પણ હેલ્થ વિભાગે ફાફડા-જલેબીના નમૂના લીધા હતા.વાળીમાં વેચાતી મીઠાઓમાં ભેળસેળ રોકવા માટે મ્યુનિ. આરોગ્ય વિભાગે બે દિવસથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલી મીઠાઇ-ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. કેટલાક એકમોને સ્વચ્છતા નહીં જાળવવા બદલ નોટિસ આપી 44,500નો વહીવટી ચાર્જ વસૂલ્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -