ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત બળાત્કાર સાથે થયેલી અમાનવીય ઘટના બાદ યુવતીના મોતને પગલે દેશમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાથરસની આ ચકચારી ઘટનાના વિરોધમાં જ્યાં ગુરુવારે રાહુલ ગાંધી પોલીસ સાથે ઘર્ષણ થતાં જમીન પર પટકાયા હતા. ત્યારે વધુ એક નેતા આ ઘટનાનો વિરોધ કરવા જતા પોલીસ સાથે ધક્કા-મુક્કી થતાં જમીન પર ફસડાયા હોવાનું જાણવા મળ્યુ છે.
શુક્રવારે ગાંધી જયંતિ પર તૃણમૂલ કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળે રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયની સાથે ગામની અંદર પ્રવેશવા પ્રયાસ કર્યો હતો. તેમને રોકતી વખતે ધક્કા-મુક્કી થઈ હતી અને ડેરેક ઓ બ્રાયન નીચે ફસાડાઈ પડ્યા હતા. હાથરસમાં મીડિયા કર્મીઓ પણ ધરણા પર બેઠા છે.
https://twitter.com/ANI/status/1311925656586915840?s=19
મળતી માહિતી મુજબ, તૃણમૂલ કોંગ્રેસનુ એક પ્રતિનિધિમંડળ શુક્રવારે હાથરસના બુલગઢી ગામમાં જવા પ્રયાસ કર્યો હતો. જિલ્લા તંત્રની ટીમે તેમને અટકાવ્યા હતા. જેમાં રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ બ્રાયન સાથે પ્રોબેશનરી આઈએએસ અધિકારી પીપી મીણાએ ધક્કા-મુક્કી કરી હતી. ઘર્ષણ દરમિયાન ઓ બ્રાયન જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ ભારે હોબાળો મચ્યો હતો. ટીએમસી સાંસદ અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણનો વિડિયો પણ વાયરલ થયો છે.