બોલિવૂડમાં પોતાના કિરદારને લઈને હંમેશા ચર્ચામાં રહેનાર રણદિપ હુડ્ડાનો આજે 43મો જન્મ દિવસ છે. રણદિપ હુડ્ડાનો જન્મ 20 ઓગસ્ટ 1976ના દિવસે રોહતકમાં થયો હતો. રણદિપ હુડ્ડાનાં ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે 17 વર્ષ પહેલા ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી. રણદિપ હુડ્ડાની પહેલી ફિલ્મ મોનસૂન વેડીંગ હતી. રણદિપ હંમેશા પોતાના કિરદારને લઈને પ્રસંશાકોમાં પોતાનું આગવું સ્થાન બનાવી ચુક્યો છે. તેણે અત્યાર સુધીમાં જિસ્મ-2, કિક, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ અને સરબજીત જેવી ફિલ્મોમાં કિરદાર નિભાવ્યો છે. આપને જણાવી દઈએ કે રણદિપ હુડ્ડા નાનપણથી જ મસ્તીખોર હતો, જેનાં કારણે તેને સ્કુલમાં લોકો રણદિપ ડોન કરીને બોલાવતા હતા. તેણે પોતાનો અભ્યાસ સોનીપત સ્કૂલમાં કર્યો, અને ગ્રેજ્યુએશન ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્નમાં કર્યું હતું. ત્યારબાદ તે ભારત પરત ફર્યો અને માર્કેટિંગની જોબ સાથે રણદિપે મોડલિંગ અને થિયેટરમાં પણ કામ કરવાનું શરુ કર્યું હતું.. બોક્સ ઓફિસ પર સારી કમાણી કર્યા બાદ પણ ,રણદિપને સરળતાથી અન્ય ફિલ્મો ન મળી. પરંતું તે બાદ તેણે હાઈવે, કિક, વન્સ અપોન અ ટાઈમ અને ,ગેંગસ્ટર જેવી અનેક ફિલ્મોમાં અલગ અલગ કિરદાર નિભાવ્યા. 2004થી 2006 સુધી, મિસ ઈન્ડીયા યૂનિવર્સલ સુષ્મિતા સેનને તે ડેટ કરી રહ્યો હતો જે બાદ તેનાં રિલેશનને લઈ અનેક ચર્ચાઓ પ્રકાશમાં આવી હતી પરંતું અચાનક તે બંન્ને વચ્ચે બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ તેનું નામ અભિનેત્રી, નીતૂચંદ્રા અને ચિતરાંગદા સિંહ સાથે પણ જોડાઈ ચુક્યુ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -