આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં ચકચાર મચાવતી એક ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે. આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં લોકડાઉનના પગલે દારુ ન મળવાના કારણે હેન્ડ સેનિટાઈઝરનું સેવન કરતા 9 લોકોના મોત નિપજ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે. 9 લોકો પૈકી ત્રણ લોકોના મોત ગુરુવારના રોજ નિપજ્યા હતા જ્યારે અન્ય 6 લોકોના મોત શુક્રવારે થયા હોવાની માહિતી સામે આવી છે.
હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પ્રકાશમ જિલ્લાના કુરિચેદુ શહેરમાં આલ્કોહોલ હેન્ડ સેનિટાઈઝર પીવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા છે. કુરિચેદુ શહેરમાં લોકડાઉન હોવાથી દારુ ન મળવાના કારણે કેટલાક લોકોએ હેન્ડ સેનિટાઈઝર પી લીધુ..
(File Pic)
જેમાં બુધવારે મોડી રાત્રે એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય બે લોકોએ ગુરુવારના રોજ દારસી સરકારી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો અને છ અન્ય લોકોના શુક્રવારે સવારે મોત નિપજ્યા હતા. આમ કુલ 9 લોકોના હેન્ડ સેનિટાઈઝર પીતા મોત થતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.